લિંક કોપી થઇ ગઈ છે..
Home / International / ઈઝરાયેલે નાગરિકોને ચોથો ડોઝ આપવાનુ શરૂ કર્યુ

કોરોનાના ઓમિક્રોન વેરિએન્ટે સર્જેલા નવા ખતરા વચ્ચે ભારતમાં કોરોના વેક્સીનનો બૂસ્ટર ડોઝ આપવો કે નહીં તેના પર મંથન ચાલી રહ્યુ છે. ત્યારે ઈઝરાયેલે લોકોને રસીનો ચોથો ડોઝ આપવા માંડયો છે. ઈઝરાયેલના વડાપ્રધાન કાર્યાલય દ્વારા નિષ્ણાતોની પેનલની ભલામણના આધારે જાહેરાત કરવામાં આવી હતી. આ ડોઝ 60 વર્ષ કે તેથી વધુ વય ધરાવતા હોય અને જેમને અગાઉનો ડોઝ લીધે ત્રણ મહિના થઈ ગયા હોય તેવા લોકોને લગાવવામાં આવશે. ઈઝરાયેલમાં મોટાભાગના નાગરિકોને ફાઈઝર અથવા બાયોએનટેકની રસી મુકવામાં આવી છે. આ પેનલના એક સભ્યે કહ્યુ હતુ કે દુનિયાના બીજા હિસ્સામાં સર્જાયેલી રહેલી બિહામણી સ્થિતિને જોઈ વેક્સિનનો ચોથો ડોઝ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. બીજીતરફ ઈઝરાયેલના પીએમ નફતાલી બેનેટે આ ભલામણનુ સ્વાગત કરીને લોકોને શક્ય તેટલી જલદી વેક્સીનનો ચોથો ડોઝ લેવા અપીલ કરી છે.