લિંક કોપી થઇ ગઈ છે..
Home / Business / આઈ.ટી કંપનીઓ દ્વારા કેમ્પસ પ્લેસમેન્ટની પ્રક્રિયામાં ઘટાડો કરાયો

કોલેજ અને યુનિવર્સિટી કેમ્પસમાંથી ભારતીય આઈ.ટી કંપનીઓમાં ભરતી આ વર્ષે ધીમી રહી શકે છે.જેમાં 2018-19ની સરખામણીમાં આ વર્ષે આઈ.ટી કંપનીઓની કેમ્પસ ભરતી 70 ટકા રહેવાની ધારણા છે.જેમાં ત્રણ વર્ષની વધઘટની માંગ પછી કંપનીઓના ભરતી લક્ષ્યો પ્રી-કોવિડ સ્તરે આવી જશે.ત્યારે ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ લગભગ 4૦,૦૦૦ ફ્રેશર્સની ભરતી કરશે ત્યારે નાણાકીય વર્ષ 2023ની સરખામણીમાં એચસીએલ ટેક્નોલોજીસ આ વર્ષે અડધા લોકોની ભરતી કરશે.આમ 2019માં ટીસીએસએ ૩૦,૦૦૦ ફ્રેશર્સ અને ઇન્ફોસિસે 2૦,૦૦૦ ફ્રેશર્સને હાયર કર્યા હતા.તે સમય દરમિયાન એચસીએલ ટેક્નોલોજીસ અને વિપ્રોએ કેમ્પસમાંથી વધુ ભરતી કરી ન હતી.