ઉત્તર ઇટાલીના એમિલિયા-રોમાગ્ના વિસ્તારમાં વિનાશક પૂરના કારણે 8 લોકોના મોત થયા છે.જેમાં ભારે વરસાદ બાદ રસ્તાઓ પર પાણી ભરાયા હતા અને લોકોએ પોતાના ઘરની છત પર આશરો લેવો પડ્યો હતો.ત્યારે પૂર પ્રભાવિત વિસ્તારમાંથી હજારો લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.ત્યારે આ બાબતે નાગરિક સુરક્ષા મંત્રીએ જણાવ્યું હતું કે જેટલો વરસાદ વર્ષ દરમિયાન થાય છે તેનો અડધો વરસાદ છેલ્લા 36 કલાકમાં જ વરસી ગયો હતો.ઈટાલીમાં સામાન્ય રીતે વર્ષ દરમિયાન 1000 મીમી વરસાદ પડે છે.જ્યારે ત્યાં 36 કલાકમાં 500 મીમી વરસાદ પડ્યો છે.જેના કારણે નદીઓ ખતરાના નિશાનથી ઉપર વહેવા લાગી,શહેરોના રસ્તાઓ પાણીથી છલકાઈ ગયા અને હજારો હેક્ટર ખેતીની જમીન પૂરની લપેટમાં આવી ગઈ છે.આ સિવાય પૂરના કારણે ઈમોલાની દક્ષિણે, ફેન્ઝા,સેસેના અને ફોર્લીની શેરીઓમાં પાર્ક કરેલી કારોની છત પર કાદવવાળું પાણી ફરી વળ્યું હતું.આ સિવાય ઘણી દુકાનો ગંદા પાણીથી ભરાઈ ગઈ હતી.
Error: Server configuration issue
Home / International / ઈટાલીમાં 36 કલાકમાં સિઝનનો 50 ટકા વરસાદ પડ્યો
International ના અન્ય સમાચાર
Copyright © 2024 Gujju Top., All Rights Reserved