લિંક કોપી થઇ ગઈ છે..
Home / Sports / ઈટાલીએ સ્વિત્ઝર્લેન્ડને હરાવીને યુરો કપના નોકઆઉટ રાઉન્ડમાં પ્રવેશ કર્યો

ઈટાલીએ યુરોકપના મુકાબલામાં સ્વિત્ઝર્લેન્ડને ૩-૦થી હરાવીને યુરોકપ 2021ના નોકઆઉટ રાઉન્ડમાં પ્રવેશનારી સૌપ્રથમ ટીમ તરીકેનો રેકોર્ડ નોંધાવી દીધો છે.જેમાં રોબેર્ટો માન્સિનીની ટીમે મેન્યુઅલ લોકાટ્ટેલીના 2 અને કાઈરો ઈમ્મોબેલના 1 ગોલના સહારે સ્વિત્ઝર્લેન્ડ સામે પ્રભાવશાળી જીત હાંસલ કરી હતી.આમ તેઓ અગાઉ તુર્કી સામે ૩-૦થી વિજેતા બન્યા હતા.આ સિવાય બાકુમાં રમાયેલા મુકાબલામાં ગારેથ બેલની આગેવાની હેઠળની વેલ્સની ટીમે ૨-૦થી તુર્કી સામે જીત મેળવતા નોકઆઉટ રાઉન્ડમાં પ્રવેશ નિશ્ચિત કરી લીધો હતો.આમ સળંગ બે મેચમાં હારનારી તુર્કીની ટીમ નોકઆઉટની રેસમાંથી બહાર થઈ ગયેલી માનવામા આવે છે.આમ ઈટાલીએ સળંગ બે મેચમાં ત્રણ-ત્રણ ગોલ ફટકારતાં યુરોકપ માટે દાવેદારી રજુ કરી છે.જેમાં કેપ્ટન ચિલિઈનીને ઈજા થતાં તેમણે મેદાન છોડવું પડ્યું હતુ.