ભારતીય પ્રવાસીઓ પર પ્રતિબંધ : ઈટાલી,જર્મની અને માલદીવ સહિતના દેશોએ ભારતીય પ્રવાસીઓ પર પ્રતિબંધ મુકયો
ભારતમાં કોરોનાના સંક્રમણ વચ્ચે વિશ્વના જુદા-જુદા દેશો ભારતીય પ્રવાસીઓ તથા વિમાની ઉડ્ડયનો પર પ્રતિબંધ મુકવા કે નિયંત્રણો લગાવવા લાગ્યા છે.ત્યારે જર્મની,ઈટાલી તથા માલદીવે ભારતીય પ્રવાસીઓની નો-એન્ટ્રી કરી દીધી છે,જયારે નેધરલેન્ડ દ્વારા ભારતની ફલાઈટ રદ કરવામાં આવી છે.આમ જર્મનીએ માત્ર પોતાના નાગરિકો તથા રેસીડન્ટ પરમીટ ધરાવનારા લોકોને જ આવવા દેવાનું જાહેર કર્યુ છે.જ્યારે ઈટાલીએ માત્ર ભારતીય પ્રવાસીઓ જ નહીં પરંતુ છેલ્લા 14 દિવસ ભારતમાં હોય તેવા અન્ય કોઈપણ વિદેશી નાગરિકના પ્રવેશ પર પ્રતિબંધ લગાવ્યો છે.
આ સિવાય ઈટાલીયન નાગરિકો પણ નેગેટીવ રીપોર્ટ સાથે જ જઈ શકશે તેમજ કવોરન્ટાઈન થવુ પડશે.આ પ્રકારે માલદીવ દ્વારા પણ ભારતીય પ્રવાસીઓ પર પ્રતિબંધ મુકાયો છે.જેમાં છેલ્લા કેટલાક દિવસોમાં બ્રિટન,સંયુક્ત આરબ અમીરાત,કુવૈત,ઓમાન,હોંગકોંગ,સાઉદી અરેબીયા,સિંગાપોર તથા ઈન્ડોનેશિયાએ પણ નિયંત્રણો જારી કર્યા હતા.
International ના અન્ય સમાચાર
Copyright © 2024 Gujju Top., All Rights Reserved