લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / જમ્મુ અને કાશ્મીરના કુપવાડામાં હિમપ્રપાતની ચેતવણી જાહેર કરવામાં આવી

જમ્મુ કાશ્મીર ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ કુપવાડામાં હિમપ્રપાતની ચેતવણી જાહેર કરી છે.જે અંગે જમ્મુ કાશ્મીર ડીએમએ તરફથી આગામી 24 કલાકમાં લોકોને ટ્રાવેલિંગ કરવાથી બચવાની સલાહ આપવામાં આવી છે.ત્યારે આગામી 24 કલાકમાં કુપવાડામાં હિમસ્ખલનની આશંકા જોવા મળી રહી છે.આ દરમિયાન કુપવાડામાં રહેતા લોકોએ સાવધાની રાખવાની જરૂર છે.આમ આગામી 24 કલાકોમાં કુપવાડા જિલ્લામાં લો ડેન્જર લેવલ સાથે હિમસ્ખલન થવાની શક્યતા છે.ત્યારે આ ક્ષેત્રોમાં રહેતા લોકોને સલાહ આપવામાં આવી છે કે તેઓ સાવધાની રાખે અને આગામી આદેશ સુધી હિમસ્ખલનની આશંકા ધરાવતા વિસ્તારોમાં જવાથી બચે.