કેન્દ્ર અને રાજ્ય સરકારે જમ્મુ અને કાશ્મીરમાં કલમ 370 હટાવ્યા બાદ પ્રથમવાર શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાનારી આંતરરાષ્ટ્રીય સ્તરની જી-20 સમિટ માટે તેમની સંપૂર્ણ તાકાત લગાવી દીધી છે.ત્યારે સુરક્ષાને ધ્યાને લઈ કાશ્મીર અને જમ્મુમા જવાનો તૈનાત કરવામાં આવ્યા છે.આ સિવાય રાજ્યના કઠુઆ,જમ્મુ,રાજૌરી અને પૂંછમાં આર્મી પબ્લિક સ્કૂલોને આગામી 25મી મે સુધી બંધ કરવાનો આદેશ કર્યો છે.આ શાળાઓમાં ઓનલાઈન વર્ગો ચાલશે.જી-20 સભ્ય દેશોના પ્રવાસન કાર્યકારી જૂથની સમિટ આગામી 22 થી 24 મે દરમિયાન શ્રીનગરના દાલ તળાવના કિનારે સ્થિત શેરે કાશ્મીર ઈન્ટરનેશનલ કન્વેન્શન સેન્ટર ખાતે યોજાઈ રહી છે.આ સિવાય વિદેશી મહેમાનોની સુરક્ષા માટે ઉધમપુરમા 600 જેટલા પોલીસકર્મીઓને તાલીમ આપવામાં આવી છે.આ ઉપરાંત અન્ય સુરક્ષા દળો ઉપરાંત એન.સેસ.જી કમાન્ડો અને નેવીના માર્કોસ સ્ક્વોડ પણ તૈનાત રહેશે.જમ્મુ-શ્રીનગર હાઈવે,જમ્મુ-પૂંચ હાઈવે પર કડક સુરક્ષા રાખવામાં આવી રહી છે.શ્રીનગર અને જમ્મુ શહેરમાં વધારાના દળો તૈનાત કરવામાં આવ્યા છે.
Error: Server configuration issue
રાષ્ટ્રીય ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved