આજે ગુજરાતનો સ્થાપના દિવસ છે ત્યારે જામનગર ખાતે રાજ્યકક્ષાની ઉજવણી કરવામાં આવશે.ત્યારે તેના ભાગરૂપે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમા સૌપ્રથમ કરોડોના વિકાસકાર્યોનું લોકાર્પણ,ખાતમુહૂર્ત તેમજ ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું.ત્યારબાદ સત્યસાઈ વિદ્યાલય ગ્રાઉન્ડમાં શસ્ત્ર પ્રદર્શન રાજ્યના આરોગ્ય મંત્રી દ્વારા ખુલ્લું મુકવામાં આવ્યું હતું.ત્યારે ચેતક કમાન્ડો દ્વારા વાપરવામાં આવતા હથિયારો વિશે માહિતી મેળવી તેનો કેવી રીતે ઉપયોગ કરવામાં આવે છે ? તે બાબતે ચેતક કમાન્ડો દ્વારા માહિતી આપવામાં આવી હતી.જામનગરમાં મહારાણા પ્રતાપનું સ્ટેચ્યુ મૂકવાની રાજપૂત સમાજની વર્ષોજૂની માંગને પગલે વીર રાજપૂત શીરોમણી મહારાણા પ્રતાપની પ્રતિમાનું અનાવરણ રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ તેમજ કૃષિમંત્રી રાઘવજી પટેલ,ધારાસભ્ય રિવાબા રવિન્દ્રસિંહ જાડેજા,દિવ્યેશ અકબરી,સાંસદ પૂનમબેન માડમ,મેયર સહિત રાજપૂત સમાજના આગેવાનોની હાજરીમાં કરાયું હતું.
ગુજરાત ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved