લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / જામનગરનો પીરોટન ટાપુ આગામી 6 ફેબ્રુથી મુલાકાતીઓ માટે ખુલ્લો મુકાશે

ડિસેમ્બર 2017થી પીરોટન ટાપુ પર અવરજવર પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો.જે વનવિભાગ જિલ્લા વહીવટીતંત્ર ગુજરાત મેરીટાઇમ બોર્ડ,કોસ્ટ ગાર્ડ વગેરે સાથે ચર્ચા કર્યા પછી આગામી 6 ફેબ્રુઆરીથી વાઈલ્ડ લાઇફ મેનેજમેન્ટ અને પ્રવાસીઓની સગવડતાને ધ્યાનમાં રાખીને પખવાડિયામાં ફક્ત ત્રણ જ દિવસ કેટલીક શરતો સાથે ટાપુ મુલાકાતીઓ માટે ખુલ્લો મુકાશે.જેમાં મુલાકાતીઓ દરિયાઈ સૃષ્ટિ નિહાળવા ત્રણ ચાર દિવસ પહેલા જામનગરના વનસંકુલમાં અરજી કરવાની રહેશે.10થી વધુ અને એક દિવસમાં 100 વધુ લોકોને મંજૂરી અપાશે નહી તથા મુલાકાતનો સમય સૂર્યોદયથી સૂર્યાસ્ત વચ્ચેનો રહેશે.જેમાં નાના બાળકો,વૃદ્ધો તબીબી રીતે અસ્વસ્થ દિવ્યાંગ આ વિસ્તારની મુલાકાત ટાળવી,વનવિભાગના સ્ટાફ, ગાઈડ,અધિકૃત માણસ વિના તથા નિયત કરવામાં આવેલા વિસ્તાર સિવાય કોઈ જગ્યાએ જઈ શકાશે નહી.આ સિવાય કોઈપણ સંજોગોમાં રાત્રીરોકાણની રવાનગી અપાશે નહી.હથિયાર,વિસ્ફોટક કે ઝેરી પદાર્થ,સાબુ શેમ્પુ કે અન્ય કોઈપણ બીજા કેમિકલનો ઉપયોગ,ધુમ્રપાન કેફી દ્રવ્યો પર પ્રતિબંધ,કોઇપણ પ્રકારના અવાજ ઉત્પન્ન કરતા સાધનો જેવાકે રેડિયો સંગીત વાદ્ય,બ્લુટુથ સ્પીકર લઈ જઈ શકાશે નહીં,જે વ્યક્તિના નામે પરમીટ ઇસ્યુ કરવામાં આવ્યું હશે તેના નામ સિવાય કે તેના બદલે અન્ય કોઈ વ્યક્તિ દરિયાઈ અભયારણ્ય વિસ્તારની મુલાકાત લઇ શકશે નહીં,મુલાકાતીઓ બોટ તથા જેટી કે પોર્ટ વિસ્તારમાં પોતાનું અંગત વાહનોનું રોકાણ કરી શકશે નહી.કોઈપણ વન્યજીવોને ખાવાનું નાખી શકશે નહી,વન્યજીવન નિહાળવા ખડકો ઉચકાવી શકાશે નહીં,ફોટોગ્રાફી કરતી વખતે વન્યજીવોને સલામતી અને સુરક્ષાને લઇને અંતર જાળવી રાખવાનું રહેશે.