લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / જામનગરના રાજવી પરિવારનાં રાજકુંવરીબા હર્ષદકુંવરીબાનું અવસાન થયું

જામનગરના રાજવી પરિવારનાં રાજકુંવરીબા હર્ષદકુંવરીબાનું અમદાવાદમાં સારવાર દરમિયાન નિધન થતાં શોકનો માહોલ છવાયો છે.હર્ષદકુંવરીબાની તબિયત લથડ્યા બાદ સારવાર માટે તેમને અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતા.જ્યાં સારવાર દરમિયાન તેમનું અવસાન થયું છે.જેમની અંતિમવિધિ અમદાવાદના થલતેજ સ્મશાનગૃહમાં કરવામાં આવશે.જામનગરના રાજવી પરિવારના જામસાહેબ શત્રુશલ્યસિંહજીનાં મોટાં બહેન હર્ષદકુંવરીબાનું લાંબી બીમારી બાદ અવસાન થતાં રાજવી પરિવારમાં શોકની લાગણી પ્રસરી જવા પામી છે.રાજવી પરિવારનાં હર્ષદકુંવરીબા ઘણા લાંબાસમયથી બીમાર હતાં.જેઓના મલ્ટીઓર્ગન ફેલ્યોર થવાને કારણે તેમને સારવાર માટે અમદાવાદની અપોલો હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં,જયાં સારવાર દરમિયાન આજે સવારે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.હર્ષદકુંવરીબાના નિધનથી જામનગરના રાજવી પરિવાર તથા નિકટના વર્તુળોમાં શોકની લાગણી પ્રસરી ગઇ છે.તેઓ સાંસ્કૃતિક અને શૈક્ષણિક ક્ષેત્રે ખૂબ જ સક્રિય હતાં.ઐતિહાસિક વારસાનું જતન કરતી સંસ્થા ઇન્ટેક સાથે તેઓ વર્ષોથી સંકળાયેલાં રહ્યાં હતાં.આ ઉપરાંત જામનગરના શિક્ષણક્ષેત્રે મહત્ત્વનું યોગદાન આપનાર સત્યસાંઇ શૈક્ષણિક સંસ્થામાં પણ તેઓ કર્તાધર્તા રહ્યા હતા.જેઓને પ્રથમ જામનગરની ગોકુલ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી ત્યારબાદ તેમને વધુ સારવાર માટે અમદાવાદની અપોલો હોસ્પિટલમાં લઇ જવાયા આવ્યા હતાં,જ્યાં લાંબી સારવાર બાદ તેમનું અવસાન થયું હતું.