ગુજરાત સરકારના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક વિભાગ તેમજ જામનગર જીલ્લા યુવા વિકાસ અધિકારી સંચાલિત વિશ્વ રંગભૂમિ દિવસની ઉજવણી નિમિતે જામનગરમાં પ્રથમવાર ત્રિ-દિવસીય થિયેટર ફેસ્ટીવલ-2023નું આયોજન ધનવંતરી ઓડીટોરીયમ ખાતે કરવામાં આવ્યું હતું.જેના પ્રથમ દિવસે થીયેટર પીપલ્સ દ્વારા જય વિઠલાણી દિગ્દર્શિત અસ્તો માં સદગમય,રોહિત હરિયાણી દિગ્દર્શિત મેરી ગો રાઉન્ડ તથા રોહિત હરિયાણી દિગ્દર્શિત અફલાતૂન નામના નાટકો,જ્યારે દ્રિતીય દિવસે અદિતિ દેસાઈ દિગ્દર્શિત અકુપાર અને ત્રીજા દિવસે વિજય લીંબાચીયા દિગ્દર્શિત લો અમે તો ચાલ્યા સહિતના નાટકો રજુ કરવામાં આવ્યા હતા.જેમાં બહોળી સંખ્યામાં જામનગરવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા.આમ આ કાર્યક્રમમાં મેયર બીનાબેન કોઠારી,જામનગર ગ્રામ્ય પ્રાંત અધિકારી,કોર્પોરેટર,જીલ્લા શિક્ષણાધિકારી,માહિતી કચેરીના સીનીયર સબ એડિટર પારૂલબેન કાનગડ,જીલ્લા યુવા વિકાસ અધિકારી એમ.આઈ.પઠાણ,જીલ્લા રમત ગમત અધિકારી બી.જે.રાવલીયા,માહિતી મદદનીશ,પ્રાંત યુવા વિકાસ અધિકારી,જીલ્લા માધ્યમિક શિક્ષણ સંઘ પ્રમુખ તેમજ બહોળી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
Error: Server configuration issue
ગુજરાત ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved