જામનગરમાં ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી થનાર છે.ત્યારે વ્યકિત વિશેષના સન્માન તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમ આ પ્રસંગે થવાના છે.ત્યારે આ પ્રદર્શન મેદાનમાં ગઇરાત્રે પ્રેકટીશ કરી રહેલા કલાકારો માથેની ઘાત તલવારને બદલે સોયથી ગઇ હતી.જેમાં સ્ટેજ ઉપર ઉભા કરાયેલ લોંખડની કમાન ખાબકતા સ્ટેજ તુટી પડયાની ઘટનામાં 4 કલાકારો સહિત 5 વ્યકિતઓને ઇજા થતા હોસ્પિટલ ખસેડવી પડી હતી.આ ઘટના અંગે તપાસ કરી કોન્ટ્રાકટર એજન્સી સહિતના જવાબદારો સામે તપાસ કરી પગલા લેવાશે.જામનગરના પ્રદર્શન મેદાનમાં આગામી 1લી મેના દિવસે ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી થનાર છે અને રાજ્યકક્ષાનો કાર્યક્રમ જામનગરના પ્રદર્શન મેદાનમાં યોજાવા જઈ રહ્યો છે,ત્યારે સાંસ્કૃતિક કાર્યક્રમ માટે બનાવવામાં આવી રહેલા સ્ટેજનો હિસ્સો એકાએક ધરાશાઈ થઇ જતાં 3 વ્યક્તિ ઈજાગ્રસ્ત થઈ છે જેના કારણે ઉચ્ચ અધિકારીઓનો કાફલો દોડતો થયો છે.આમ આ બનાવની જાણ થતાં જિલ્લા કલેક્ટર,જિલ્લા પોલીસવડા તથા અન્ય ઉચ્ચ અધિકારીઓનો કાફલો પ્રદર્શન ગ્રાઉન્ડમાં દોડી આવ્યો હતો અને સમગ્ર વિસ્તારને પોલીસે કોર્ડન કરી સ્ટેજને મરામતની કામગીરી હાથ ધરી લેવામાં આવી છે.
Error: Server configuration issue
ગુજરાત ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved