જામનગરના બાલા હનુમાન મંદિરમાં શ્રી હનુમાન જયંતી મહોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી છે.ત્યારે બાલા હનુમાન મંદિરમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતુ.જેમા વ્હેલી સવારે બાલા હનુમાન મંદિર ખાતે વિશેષ આરતી કરવામાં આવી હતી.જેમા હનુમાન ભક્તોએ લાંબી કતારોમાં ઉભા રહીને દાદાના દર્શનનો તેમજ અખંડ રામધૂનનો લાભ લીધો હતો.ત્યારે શહેરમાં વિવિધ હનુમાન મંદિરોમાં યજ્ઞ,અન્નકોટ દર્શન,બટુક ભોજન સહિતના અનેકવિધ ધાર્મિક કાર્યક્રમોનુ આયોજન કરવામાં આવ્યું હતું.ત્યારે હનુમાન જયંતિને લઇ શહેરીજનોમાં અનેરો ઉત્સાહ છવાઇ ગયો હતો.જેમા હનુમાન જયંતી નિમિત્તે સાંજે 7:30 કલાકે બાલા હનુમાન મંદિર ખાતે મહાઆરતીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.જેમા ભક્તોનુ ઘોડાપુર ઉમટી પડશે અને સમગ્ર વાતાવરણ રામમય બની જશે અને શ્રી રામ જય રામ જય જય રામના નાદથી સમગ્ર મંદિર ગુંજી ઉઠશે.
Error: Server configuration issue
ગુજરાત ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved