લિંક કોપી થઇ ગઈ છે..
Home / International / જાપાન અને રશિયાના જહાજો વચ્ચે ટક્કર થતાં ત્રણ લોકોના મોત નિપજ્યાં

રસ્તા પર વાહનો વચ્ચે ટક્કર થવી સામાન્ય બાબત માનવામાં આવે છે.ત્યારે અફટા દરિયામાં હંકારતા જહાજો એકબીજાની સાથે અથડાય ત્યારે નવાઈ લાગવી સ્વાભાવિક બાબત માનવામાં આવે છે.જેમાં જાપાનના એક ટાપુ નજીક જાપાનનુ માછલી પકડનારુ જહાજ અને રશિયાનુ એક કાર્ગો શીપ એકબીજા સાથે અથડાયુ હતુ.જે અકસ્માતમાં 3 લોકોના અત્યારસુધી મોત થઈ ચુકયા છે.જેમાં જાપાનની સરકારના કહેવા મુજબ જાપાની જહાજના પાંચ સભ્યોને રશિયન જહાજના ક્રુ મેમ્બરોએ બચાવી લીધા હતા પણ કિનારા સુધી પહોંચતા ત્રણ લોકોના મોત થઈ ગયા હતા.આમ જાપાની જહાજ માછલી પકડીને પરત ફરી રહ્યુ હતુ તે વખતે ધુમ્મસના કારણે રશિયન જહાજ સાથે ટકરાયુ હતુ.જેમાં રશિયન સરકારે પણ મામલાની તપાસના આદેશ આપ્યા છે.