લિંક કોપી થઇ ગઈ છે..
Home / International / જાપાનની રાજધાની ટોકિયોમાં ભૂકંપ આવતા ટ્રેનસેવા રદ કરાઇ

જાપાનની રાજધાની ટોકિયો અને તેની આસપાસના વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.જેમાં 4 લોકો ઘાયલ થયા છે.ત્યારે આ ભૂંકપની તિવ્રતા 5.4 હતી અને તેનુ કેન્દ્ર ચીબા પ્રાંતમાં હતુ.જેમા ભૂકંપ બાદ સુનામીની કોઈ વોર્નિંગ જાહેર કરવામાં આવી નથી ત્યારે તકેદારીના ભાગરૂપે કેટલીક ટ્રેનો રદ કરવામાં આવી હતી.આમ વર્ષ 2011માં જાપાનમાં આવેલા વિનાશકારી ભૂંકપમાં હજારો લોકોના જીવ ગયા હતા એ પછી સુનામી પણ આવી હતી અને તેણે પણ ભારે વિનાશ વેર્યો હતો. જેમા જાપાનના ફુકશિમા ન્યુક્લિયર રિએકટરને પણ નુકસાન થયુ હતુ.