લિંક કોપી થઇ ગઈ છે..
Home / International / જાપાને ઓલિમ્પિક્સ પૂર્વે રસીકરણ કરવાનું આયોજન કર્યું

જાપાનીઝ સરકારની પેનલે કોવિડ-૧૯ની રસી માટે મોડર્ના અને એસ્ટ્રાઝેનેકાની ભલામણ કરી હતી.આમ ઓલિમ્પિક્સને હવે બે મહિના બાકી છે ત્યારે જાપાનમાં રસીકરણના મોરચે ધીમી ગતિની ટીકા કરવામાં આવી રહી છે.આમ વર્તમાન સમયમાં જાપાનમાં ફાઇઝર બાયોટેક ફોર્મ્યુલા એકમાત્ર એવી રસી છે જેને લાઇસન્સ આપવામાં આવ્યું છે.ત્યારે જાપાનની 12.5 કરોડની વસતીના 2 ટકાથી પણ ઓછા હિસ્સાનું રસીકરણ કરવામાં આવ્યું છે.ત્યારે હવે જાપાન યુદ્ધના ધોરણે રસીકરણ કરવાનું આયોજન ધરાવે છે.આમ આગામી સમયમાં તે તેના રસીકરણના કાર્યક્રમની ઝુંબેશને ઝડપી બનાવવા માંગે છે.ત્યારે સરકાર ઓલિમ્પિક્સ પૂર્વે વસતીના નોંધપાત્ર હિસ્સાને રસી મળી જાય તેમ ઇચ્છે છે.