લિંક કોપી થઇ ગઈ છે..
Home / International / જાપાનનુ અંતરિક્ષ યાન ચંદ્ર પર ઉતરતા સમયે દુર્ઘટનાગ્રસ્ત થયું

જાપાનની ખાનગી કંપનીનુ અંતરિક્ષ યાન ચંદ્ર પર ઉતરાણ કરતાં સમયે દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયુ છે.જેના કારણે આ યાન સાથેનો સંપર્ક કપાઈ ગયો છે.જેમાં ટોકયોની કંપની આઈ.સ્પેસ દ્વારા આ યાન લોન્ચ કરવામાં આવ્યુ હતુ.જેમાં યાનની ચંદ્ર સુધીની મુસાફરી તો અપેક્ષા મુજબ રહી હતી.પરંતુ ચંદ્ર પર લેન્ડિંગ કરતી વખતે નડેલા અકસ્માતના કારણે આ યાનનો ધરતી સાથેનો સંપર્ક કપાઈ ગયો હતો.આમ અત્યારસુધી વિશ્વના રશિયા,અમેરિકા અને ચીન સહિતના દેશોની સ્પેસ એજન્સી ચંદ્ર પર પોતાના યાનનુ સફળતાપૂર્વક લેન્ડિંગ કરાવી શકી છે.ત્યારે ભારતની ઈસરો આગામી મૂન મિશનના ભાગરૂપે ચંદ્રયાન 3ના પરિક્ષણમાં લાગેલી છે.જે ભારતનુ ત્રીજુ મૂન મિશન હશે ત્યારે તેનો મુખ્ય હેતુ ભારતના રોવરને ચંદ્રની સપાટી પર ઉતારીને ચંદ્રની સપાટી પરથી સેમ્પલ લેવાનો છે.