લિંક કોપી થઇ ગઈ છે..
Home / International / જાપાનની એજ્યુકેશન સિસ્ટમ પ્રભાવિત થતાં સ્કૂલોને તાળા વાગ્યા

એકતરફ ભારત વિશ્વમાં સૌથી વધુ વસતીવાળો દેશ બની ચુકયો છે,ત્યારે જાપાન જેવા દેશો ઘટતી જતી વસતીના કારણે પરેશાન થઈ રહ્યા છે.જાપાનમાં જન્મદર ઝડપથી ઘટી રહ્યો હોવાથી સરકાર વધારે બાળકો પેદા કરવા માટે લોકોને પ્રોત્સાહન આપી રહ્યા છે.સરકાર બાળકોને ઉછેરવા માટે તમામ પ્રકારની મદદ પૂરી પાડવાની ખાતરી પણ આપી રહી છે.ત્યારે તેની કોઈ અસર હજીસુધી દેખાઈ નથી.જાપાનની સ્કૂલોમાં બાળકોની સંખ્યા સતત ઘટી રહી છે તેના કારણે સ્કૂલોને તાળા મારવાનો વારો આવી રહ્યો છે.જાપાનમાં દર વર્ષે 450 સ્કૂલોને તાળા મારવા પડે છે.જેમાં વર્ષ 2002 થી 2020 સુધી 9000 સ્કૂલોને બાળકોના અભાવે બંધ કરવી પડી છે.જ્યારે અંતરિયાળ વિસ્તારની સ્કૂલોમાં એડમિશન થઈ રહ્યા નથી.જેનુ કારણે બાળકોનો જન્મદર ઘટી રહ્યો છે તે માનવામાં આવે છે.