લિંક કોપી થઇ ગઈ છે..
Home / International / જાપાને ટોક્યોમાં વાઇરસ ઇમરજન્સી આગામી 20 જુન સુધી લંબાવી દીધી

જાપાન સરકારે ટોક્યો સહિત દેશના અન્ય ભાગોમાં કોરોના વાઇરસ ઇમરજન્સી આગામી 20 જુન સુધી લંબાવી દીધી છે.આ સિવાય વર્તમાન સમયમાં વિદેશના રમતપ્રેમીઓના આવવા પર પણ પ્રતિબંધ મૂકાયો છે.આમ જાપાનમાં વાઇરસનો ફેલાવો બીજા દેશોની તુલનાએ ઓછો હોવાછતા 12,500થી વધુ લોકોના મોત થયા છે.ત્યારે ઇન્ડોર અને આઉટડોર માટે પ્રેક્ષકોને મંજૂરી આપવા અંગે જુદા-જુદા નિયમો હશે.જે નિર્ણય સરકારી માર્ગદર્શિકાઓના આધારે લેવામાં આવશે.આમ વર્તમાન સમયમાં જાપાનમાં ઇમરજન્સી સ્થિતિમાં રમતના સ્થળોએ ઓછામાં ઓછા 5000 કે કુલ ક્ષમતાના 50 ટકાની છૂટ છે.