જાપાનના પીએમ ફુમિયો કિશિદાના મોટા પુત્ર શોટારોએ પોતાના મિત્રો સાથે પીએમના સત્તાવાર નિવાસ સ્થાનમાં પાર્ટી કરી હતી.જેનાથી દેશભરમાં ભારે રોષ ફેલાયો હતો.ત્યારપછી વડાપ્રધાન પિતાએ પોતાના જ પુત્ર સામે કાર્યવાહી કરીને તેમને સચિવ પદેથી રવાના કરી દીધા છે.જેમા કિશિદાના પુત્ર પોતાના મિત્રો સાથે પીએમના નિવાસસ્થાનના પગથિયા પરની રેડ કાર્પેટ પર ઉભા રહીને પોઝ આપતા નજરે પડે છે.જે પાર્ટીમાં સામેલ કેટલાક લોકો પીએમના ઘરમાં પ્રેસ કોન્ફરન્સ સંબોધવા માટે બનાવાયેલા પોડિયમ પર ઉભા રહીને તસવીરો ખેંચાવતા પણ નજરે પડયા છે એ પછી વડાપ્રધાન કિશિદાએ કહ્યુ હતુ કે પીએમના રાજકીય મામલાના સચિવ તરીકે અમુક લોકોની જનતા પ્રત્યે જવાબદારી હતી અને તેમણે જે કામ કર્યુ છે તે સ્હેજ પણ યોગ્ય નથી અને એટલા મે તેમની સચિવ તરીકેની જવાબદારી પાછી ખેંચી લેવાનો નિર્ણય કર્યો છે.ત્યારે મારા પુત્રની જગ્યાએ તાકાયોશી યામામોટોની સચિવ તરીકે નિમણૂંક કરવામાં આવી છે.પીએમનુ નિવાસસ્થાન 100 વર્ષ જુનુ છે.પહેલા તે પીએમ ઓફિસ તરીકે ઉપયોગમાં લેવાતુ હતુ અને 2005માં નવી પીએમ ઓફિસ બની એ પછી તેને નિવાસસ્થાનમાં ફેરવી નાંખવામાં આવ્યુ છે.
International ના અન્ય સમાચાર
Copyright © 2024 Gujju Top., All Rights Reserved