જેડીયુના પૂર્વ રાષ્ટ્રીય પ્રવક્તા અજય આલોક ભાજપમાં જોડાઇ ગયા છે.અજય આલોક સવારે 11 વાગ્યે દિલ્હીમાં બીજેપી કાર્યાલયમાં ભાજપમાં જોડાઇ ગયા હતા.આ દરમિયાન કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ હાજર રહ્યા હતા.આ દરમિયાન તેમણે કહ્યુ હતુ કે ભાજપમાં આવ્યા પછી મને લાગે છે કે હું મારા પોતાના પરિવારમાં આવ્યો છું.આમ આ પહેલા અજય આલોક લાંબસમય સુધી જેડીયુના પ્રવક્તા તરીકે કામ કરી ચુક્યા છે.તેમની ગણના મુખ્યમંત્રી નીતિશ કુમારની નજીકના નેતાઓમાં થતી હતી. પ્રવક્તા તરીકે અજય આલોક વિરોધીઓ પર આકરા પ્રહારો કરતા હતા.લાલુ પ્રસાદ યાદવની વિચારધારાનો વિરોધ કરનારા અજય આલોક અવારનવાર પોતાના નિવેદનોથી આરજેડી સુપ્રીમો અને તેમના પરિવાર પર આકરા પ્રહારો કરતા રહે છે.
Error: Server configuration issue
રાષ્ટ્રીય ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved