લિંક કોપી થઇ ગઈ છે..
Home / International / જેફ બેઝોસ સાથે અવકાશની મુસાફરી માટે એક વ્યક્તિએ 205 કરોડ આપ્યા

દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ એવા એમેઝોનના માલિક જેફ બેઝોસ અવકાશ યાત્રા કરવાના છે.ત્યારે તેઓ જે સ્પેસશિપમાં મુસાફરી કરવાના છે તેની બાજુની બેઠકની હરાજી કરવામાં આવી હતી.જેના માટે રૂ.205 કરોડની બોલી લાગી હતી.જે વ્યક્તિ જેફ બેઝોસની બાજુમાં બેસીને અવકાશયાત્રા કરવા માટે 205 કરોડ રૂપિયા ચુકવશે.આમ આ હરાજી 10 મિનિટ સુધી ચાલી હતી.જેમાં દુનિયાના 159 દેશના 7600 લોકોએ બોલી લગાવી હતી.બેઝોસ જેમાં મુસાફરી કરવાના છે તે ન્યૂ શેફર્ડ કેપ્સુલનુ સંચાલન ઓટોમેટિક છે.તેના માટે પાયલોટની જરૂર નથી.રોકેટ સાથે તે એટેચ થયા બાદ કોઈ ઈમરજન્સી સર્જાય તો કેપ્સુલ રોકેટથી આપોઆપ છુટી પડી શકે છે.જેમાં તેનો પેરેશૂટ ના પણ ખુલે તો તે ધરતી પર સહીસલામત ઉતરાણ કરી શકે છે.આમ આટલી તકેદારી લીધા પછી પણ બેઝોસની અવકાશયાત્રા પર જોખમ જોવા મળે છે.વર્ષ 2014માં આવી એક મુસાફરી દરમિયાન રોકેટના ટુકડા થઈ ગયા હતા.

બ્લુ ઓરિજિન દ્વારા પ્રથમ સ્પેસ ફ્લાઈટ આગામી 20 જુલાઈએ રવાના થશે.જેમાં જેફ બેઝોસ પોતાના ભાઈ સાથે સ્પેસમાં જશે. બેઝોસ 5 જુલાઈએ એમેઝોનના સીઈઓ તરીકેનુ પદ છોડી રહ્યા છે.આ સિવાય સ્પેસ ફ્લાઈટની જે સીટની હરાજી થઈ છે તેમાંથી મળનારી રકમનો ઉપયોગ ચેરિટી માટે થશે.આમ આ ફ્લાઈટની મુસાફરી 11 મિનિટની હશે.તે દરમિયાન ફ્લાઈટ ધરતીથી 100 કિલોમીટર ઉપર જશે.ફ્લાઈટ કેરમેન લાઈન સુધી જશે.આ લાઈનને પૃથ્વીના વાતાવરણ અને અવકાશ વચ્ચેની બોર્ડર ગણવામાં આવે છે.ઉડાન ભરતા પહેલા સફર કરનારને ત્રણ દિવસની પ્રી ફ્લાઈટ ટ્રેનિંગ પણ આપવામાં આવશે.