લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / ઝાંસીની યુવતીનું નામ લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં નોધવામાં આવ્યુ

ઉત્તરપ્રદેશના ઝાંસીની યુવતી નીતિકા સિંહે અનોખી સિદ્ધિ મેળવી છે.જેમાં નીતિકાનું નામ લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં નોંધાઈ ગયુ છે.જેને 1 દિવસમાં સૌથી વધુ હેન્ડ મેડ માસ્ક બનાવવા માટે સન્માન આપવામાં આવ્યુ છે.જેમા તેણે 1 દિવસમાં 2000થી વધુ માસ્ક બનાવીને લોકોને નિ:શુલ્ક વહેંચ્યા હતા અને આ કામને નિરંતર ચાલુ પણ રાખ્યુ હતુ.નીતિકા સતત સમાજસેવાના કાર્યો સાથે જોડાયેલી રહે છે.જે શિક્ષણ,આરોગ્ય અને સ્વાવલંબનના ક્ષેત્રે સતત કામ કરતી રહે છે.આમ તાજેતરમાં નીતિકાની દેશના ટોપ 20 યુવાનોમાં પસંદગી કરવામાં આવતા જમ્મુ-કાશ્મીરમાં તેને સન્માનિત કરવામાં આવી હતી.આ સિવાય નીતિકાએ ઝાંસી પોલીસ સાથે મળી એક માસ્ક બેન્ક પણ તૈયાર કરી હતી.જેમા તેણે મહિલા કોન્સ્ટેબલને માસ્ક બનાવવાની ટ્રેનિંગ પણ આપી હતી.