લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / જેએનયુમાં પ્રથમ મહિલા વાઇસ ચાન્સેલરની નિમણૂક કરાઇ

જવાહરલાલ નહેરૂ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર તરીકે પુણે યુનિવર્સિટીના પ્રોફેસર શાંતિશ્રી ધુલીપુડી પંડિતની નિમણૂક કરવામાં આવી છે.જેઓ આ યુનિવર્સિટીના પ્રથમ મહિલા વાઇસ ચાન્સેલર બની ગયા છે.પંડિત વર્તમાનમાં મહારાષ્ટ્રની સાવિત્રીબાઇ ફુલે યુનિવર્સિટીના પોલિટિક્સ એન્ડ પબ્લિક એડમિનિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટમાં પોલિટિકલ સાયન્સના પ્રોફેસર છે.આ સિવાય 59 વર્ષીય શાંતિશ્રી ધુલીપુડી પંડિત જેએનયુના પૂર્વ વિદ્યાર્થી પણ છે જેમણે અહીંથી એમફિલ અને ઇન્ટરનેશનલ રિલેશનમાં પીએચડી કર્યુ હતું.આમ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે જેએનયુના વાઇસ ચાન્સેલર તરીકે શાંતિશ્રી ધુલીપુડી પંડિતની નિમણૂકને મંજૂરી આપી છે.જેમની આગામી પાંચ વર્ષ માટે આ પદ પર નિમણૂક કરવામાં આવી છે.જેમણે ઇસ.1988માં ગોવા યુનિવર્સિટીમાંથી ટિચિંગ કારકિર્દી શરૂ કરી હતી.ઇસ.1993માં તેમની પુણે યુનિવર્સિટીમાં નિમણૂક કરવામાં આવી હતી.આમ વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાં તેમને વહીવટી અનુભવ પણ છે.તેઓ યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન અને ઇન્ડિયન કાઉન્સિલ ઓફ સોશિયલ સાયન્સ રિસર્ચના સભ્ય પણ છે અને સેન્ટ્રલ યુનિવર્સિટીઓના વિઝિટર નોમિની પણ છે.તેમણે પોતાની પ્રોફેસર તરીકેની કારકિર્દીમાં પીએચડીના 29 વિદ્યાર્થીઓને માર્ગદર્શન પુરુ પાડયું છે.જેઓ એમ.જગદીશકુમારનું સ્થાન લેશે.એમ.જગદીશ કુમાર જેએનયુના કાર્યકારી વાઇસ ચાન્સેલર હતાં.તેમના વાઇસ ચાન્સેલર તરીકેના પાંચ વર્ષ ગયા વર્ષે જ પૂર્ણ થઇ ગયા હતાં.