અમેરિકાના પ્રમુખ જો બાઇડેને પોતાનું પ્રથમ રજૂ કર્યુ હતું.જે 6 ટ્રિલિયનના બજેટમાં સૌથી વધુ ફાળવણી પેન્ટાગોન અને અન્ય સરકારી કાર્યાલયોના સંચાલન માટે ફાળવવામાં આવી છે.આ સિવાય કલાયમેન્ટ ચેન્જ માટે 800 અબજ ડોલરની ફાળવણી કરવામાં આવી છે. આમ બાઇડેનના પ્રમુખ તરીકેના પ્રથમ બજેટને અમીરો માટે આંચકો માનવામાં આવી રહ્યો છે.કારણ કે તેમાં અમીરો પર વધુ ટેક્સ વસુલ કરવાની જોગવાઇ છે.આ ઉપરાંત પર્સનલ ઇન્કમ ટેક્સનો સૌથી વધુ દર વધારીને 39.6 ટકા કરવામાં આવ્યો છે.બીજીતરફ રિપબ્લિકન પાર્ટીના સેનેટર લિંડસે ગ્રાહમે બજેટ પર પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે આ બજેટને કારણે વર્ષ 2031 સુધીમાં અમેરિકાનું દેવું વધીને જીડીપીના 117 ટકા થઇ જશે.જે બીજા વિશ્વયુદ્ધ પછી સૌથી વધુ હશે.આમ અમેરિકાના બજેટ મુજબ ઇન્ફ્રાસ્ટ્રકચર માટે 2.3 ટ્રિલિયન ડોલર, અમેરિકન ફેમિલી પ્લાન માટે 1.8 ટ્રિલિયન ડોલર,પેન્ટાગોન અને ડોમેસ્ટીક એજન્સીઓ માટે 1.5 ટ્રિલિયન ડોલર ફાળવવાની જોગવાઇ કરવામાં આવી છે.
International ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved