ઈંગ્લેન્ડનો કેપ્ટન જો રૂટે ભારતીય સ્પિનર રવિચન્દ્રન અશ્વિનને પાછળ છોડીને આઈસીસી ટેસ્ટ ક્રિકેટર ઓફ ધ યરનો એવોર્ડ મેળવ્યો છે. જ્યારે વનડેમા પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમને શ્રેષ્ઠ પ્લેયર જાહેર કરવામાં આવ્યો હતો. આ સિવાય પાકિસ્તાનના ઝડપી બોલર શાહીનશાહ આફ્રિદીને સર ગારફિલ્ડ સોબર્સ એવોર્ડ ફોર આઈસીસી મેન્સ ક્રિકેટર ઓફ ધ યર અપાયો હતો.જેણે વર્ષ 2021માં શાહીન આફ્રિદીએ તમામ ફોરમેટમાં 36 મેચમાં 22.20ની એવરેજ સાથે 78 વિકેટ ઝડપી હતી.વર્ષ 2021માં બાબર આઝમે 6 મેચમાં 67.50ની એવરેજ સાથે 405 રન કર્યા હતા. આ સિવાય રૂટે વર્ષ 2021ના કેલેન્ડર વર્ષમાં 1,700 ટેસ્ટ રન કર્યા હતા.આ ઉપલબ્ધિ મેળવનાર મોહમ્મુદ યુસુફ અને સર વિવિયન રિચાર્ડ્સ બાદ તે ત્રીજો બેટ્સમેન રહ્યો હતો.આઈસીસી શ્રેષ્ઠ મહિલા વનડે ક્રિકેટર ઓફ ધ યરનો એવોર્ડ દક્ષિણ આફ્રિકાની ઓપનર લિઝેલે લીને મળ્યો હતો.લીએ બે વખત 40 પ્લસ રનનો સ્કોર કરતા પાકિસ્તાનનો વ્હાઈટવોશ કર્યો હતો. ભારત સામેના 4-1થી શ્રેણી વિજયમાં તેની મુખ્ય ભૂમિકા રહી હતી.સમગ્ર વર્ષમાં તેણે 288 રન કર્યા હતા.જેમાં એક સદી અને બે અડધી સદીનો સમાવેશ થાય છે. દક્ષિણ આફ્રિકાના અમ્પાયર મરાઈસ ઈરાસ્મસએ ત્રીજી વખત આઈસીસી શ્રેષ્ઠ અમ્પાયર ઓફ ધ યરનો એવોર્ડ મેળવ્યો હતો.આ અગાઉ તેઓ વર્ષ 2016 અને 2017માં આ એવોર્ડ જીતી ચુક્યા હતા.
Sports ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved