આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલે ઓગસ્ટ મહિનામાં બેસ્ટ પ્લેયર અંગેની જાહેરાત કરી દીધી છે. જેમાં ઇંગ્લેન્ડ ટીમના કેપ્ટન જો રૂટે સતત પ્રશંસનીય પ્રદર્શન દાખવી આ અવોર્ડ પોતાને નામ કર્યો છે. જેમાં તેણે ઈન્ડિયા સામેની ટેસ્ટ સિરીઝમાં 3 સદી ફટકારી હતી. આમ જો રૂટે ઈન્ડિયા સામેની પાંચમાંથી 4 ટેસ્ટ મેચની 7 ઈનિંગમાં 94.00ની એવરેજથી 564 રન કર્યા હતા. બીજીતરફ બુમરાહે પોતાની ફાસ્ટ બોલિંગથી 18 વિકેટ ઝડપી હતી. આ સિવાય આયરલેન્ડની દિગ્ગજ મહિલા ખેલાડી એમિયર રિચર્ડસને મહિલા કેટેગરીમાં પ્લેયર ઓફ ધ મંથ પસંદ કરવામાં આવી છે. એમિયરે ટૂર્નામેન્ટમાં 4.19ની ઇકોનોમી રેટથી 7 વિકેટ લીધી અને જર્મની,સ્કોટલેન્ડ,ફ્રાન્સ અને નેધરલેન્ડ સહિતની ટીમ સામે પ્રશંસનીય પ્રદર્શન કર્યું હતું. આ સિવાય નેધરલેન્ડ સામેની ફાઇનલ મેચમાં તેણે 49 બોલમાં 53 રનની ઈનિંગ રમી ટૂર્નામેન્ટમા 76 રન કર્યા હતા.
Sports ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved