લિંક કોપી થઇ ગઈ છે..
Home / Entertainment / જોન અબ્રાહમે છેલ્લા ત્રણ વર્ષથી ફીમાં વધારો કર્યો

જોન અબ્રાહમ બોલીવૂડના દમદાર અભિનેતાઓમાંનો એક છે.ત્યારે બોલીવૂડના એકશન હીરોઝમાં તેમની ગણતરી થાય છે.જોન અબ્રાહમે પહેલા જે રૂ.7 કરોડ લેતો હતો તે હવે રૂ.21 કરોડ ચાર્જ કરવા લાગ્યો છે. તેણે ફિલ્મ એક વિલેન રિટર્ન્સ માટે રૂ.21 કરોડ ફી લીધી છે. શાહરૂખ ખાન સાથેની ફિલ્મ પઠાનમાં કામ કરવા માટે તેણે રૂ.20 કરોડ મહેનતાણું લીધું છે. જોને પોતાની પાછલી ફિલ્મો સત્યમેવ જયતે અને બાટલા હાઉસ પછી પોતાની ફીમાં વધારો કરવાનો ચાલુ કરી દીધો છે.આમ જોનના મહેનતાણામાં છેલ્લા 3 વર્ષમાં ત્રણ ગણો વધારો થયો છે.