લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / જૂનાગઢમાં કમોસમી વરસાદથી લોકો મુશ્કેલીમાં મુકાયા

છેલ્લા પાંચ-છ દિવસથી પડતા અચાનક વરસાદના કારણે લોકો મુશ્કેલીમાં મૂકાયા છે.આમ તો વર્તમાન સમયમાં ઉનાળાની ઋતું ચાલી રહી છે.ત્યારે ક્યારેક તડકો તો ક્યારેક વાદળછાયું વાતાવરણ દિવસે ને દિવસે લોકોની મુશ્કેલીમાં વધારો કરી રહ્યું છે.જેમા રોજના સમય મુજબ પોતાના કામધંધે જનારા લોકો પણ અસમંજસમાં મુકાયા છે.જેમા વરસાદના અણધાર્યા આગમનથી ખેડૂતોના શ્વાસ અધ્ધર થઈ ગયા છે ત્યારે પાકેલો મોલ વેચાય તે પહેલા જ વરસાદના કારણે બગડી ગયો છે.આ સિવાય ધાણા,જીરૂ,કેરી,ઘઉં સહિતના ઉનાળુ પાકો નિષ્ફળ જતા ખેડૂતો પાયમાલ થયા છે.બીજીતરફ શહેરી વિસ્તારોમા સોસાયટીઓમાં પાણી ભરાયા છે.