આવતીકાલે જુનિયર ક્લાર્કની ભરતી પરીક્ષા યોજાશે.ત્યારે આ પરીક્ષાને લઈને જીપીએસએસબીના ચેરમેન હસમુખ પટેલે પ્રેસ કોન્ફરન્સ કરી જણાવ્યું હતું કે દરેક પરીક્ષા ખંડમાં સીસીટીવી કેમેરા ગોઠવવામાં આવ્યા છે.જેમાં ઉમેદવારો 11.45 પહેલા કેન્દ્ર પર પહોંચી જાય તે રીતે તૈયારી કરશે.જેમા ઉમેદવારોની વીડિયોગ્રાફી થશે.તમામ અધિકારીઓ,કર્મચારીઓની ટ્રેનિંગ પૂર્ણ થઇ ગઇ છે.32 જિલ્લામાં 500થી વધુ સ્કવોડ નજર રાખશે.રાજ્યભરમાં 9 લાખ જેટલા ઉમેદવારો જુનિયર કલાર્કની પરીક્ષા આપવાના છે.ત્યારે પરીક્ષા કેન્દ્રના પરિસર તેમજ લોબીમાં સીસીટીવી કેમેરા હશે.પોલીસ બોડીઓન કેમેરા સાથે પરીક્ષાની કામગીરીમાં તહેનાત રહેશે.જેમાં સેવાભાવી લોકો તેમજ સ્વેછિક સંસ્થાઓએ પણ ઉમેદવારો માટે રહેવા-જમવાની વ્યવસ્થા કરી છે.આમ ઉમેદવાર પેન,ઓળખકાર્ડ અને કોલલેટર સિવાય કોઈ વસ્તુ વર્ગખંડમાં લઈ જઇ શકશે નહીં.ઉમેદવારોના બુટ અને ચપ્પલ પણ વર્ગખંડ બહાર કાઢવી દેવામાં આવશે.
Error: Server configuration issue
ગુજરાત ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved