લિંક કોપી થઇ ગઈ છે..
Home / Entertainment / જુનિયર એનટીઆરને વોર ટૂ ફિલ્મ માટે રૂ.100 કરોડની ઓફર કરાઇ

ફિલ્મ આરઆરઆરનો હીરો જુનિયર એનટીઆર પણ ભારતના ફિલ્મ દીઠ રૂ.100 કરોડ લેતા કલાકારોની યાદીમાં આવી ગયો છે.ત્યારે આગામી ફિલ્મ વોર ટૂ માટે તેને રૂ.100 કરોડની ઓફર કરવામાં આવી છે.જુનિયર એનટીઆરને આરઆરઆર માટે રૂ.45 કરોડ મળ્યા હતા.જેમા તેના સહકલાકાર રામચરણને પણ આટલી જ રકમ મળી હતી.આમ આરઆરઆરને વૈશ્વિક સફળતા મળ્યા બાદ તથા આ ફિલ્મને ઓસ્કર એવોર્ડ મળ્યા પછી બંને ગ્લોબલ સ્ટાર બની ચૂક્યા છે અને તેથી તેમની ફી પણ વધીને બમણી થઈ ચૂકી છે.આમ બોલીવૂડમાં અક્ષય કુમાર,સલમાન ખાન,શાહરૂખ ખાન સહિતના કલાકારો રૂ.100 કરોડની ક્લબમાં ગણાય છે.