લિંક કોપી થઇ ગઈ છે..
Home / પ્રાદેશીક / કડીમા રામનવમીની 42મી શોભાયાત્રા નીકળી

કડીમાં છેલ્લા 42 વર્ષથી વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા રામનવમીના દિવસે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે.ત્યારે આ વર્ષે પણ રામનવમીની શોભાયાત્રા કડી શહેરમાં નીકળી હતી જેનું પ્રસ્તાન કડીના દેત્રોજ રોડ ઉપર આવેલ લક્ષ્મીનારાયણ રામજી મંદિર ખાતેથી સાધુ સંતો તેમજ આગેવાનોના હસ્તે કરવામાં આવ્યું હતું.જ્યાં ભગવાન રામની આરતી કરીને ભગવાન શ્રી રામ,લક્ષ્મણ,સીતા,હનુ- માનજીના રથનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતુ.જે શોભાયાત્રામાં ગજરાજ,ઘોડા,ટ્રેક્ટર,વિવિધ પ્લોટો ભજન મંડળીઓ,ઊંટલારીએ આકર્ષણ જમાવ્યું હતું.