કલોલમાં ભારે વાહનોને પ્રવેશવા પર પાબંધી લગાવવામાં આવી છે.આમ છતાં જાહેરનામાનો છડેચોક ભંગ કરી બેરોકટોકપણે વાહનો અવરજવર કરી રહ્યા છે.ત્યારે આવા વાહનોને અટકાવવા કે તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં તંત્ર સંપૂર્ણપણે નિષ્ફળ સાબિત થયું છે.જેના કારણે કલોલમાં ટ્રાફિકની સમસ્યા વિકરાળ બની જવા પામી છે.આમ ભારે વાહનોને કારણે શહેરમાં ટ્રાફિકજામ થઇ રહ્યો છે.ત્યારે આ અંગે અધિક જીલ્લા કલેકટર દ્વારા જાહેરનામું બહાર પાડી સવારે 8 થી રાત્રીના 8 સુધી ભારે તેમજ માલવાહક વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.ત્યારે આ પ્રતિબંધ પણ ફક્ત કાગળ પર હોય તેમ કલોલમાં દિવસ દરમિયાન અનેક ભારે વાહનો પ્રવેશ કરીને ટ્રાફિકજામ કરી રહ્યા છે.જેમા કલોલ આસપાસની જીઆઈડીસીની સ્ટાફ બસો તેમજ ખાનગી લકઝરી બસો કાયદાનો ડર ન હોય તેમ શહેરમાં ઘુસી રસ્તા વચ્ચે જ કર્મચારીઓને ઉતારતી હોય છે.જેમાં શહેરના બોરીસણા ગરનાળા,કવિતા સર્કલ તેમજ નવજીવન બજારમાં ગમે ત્યાં લક્ઝરી બસો ઉભી થઇ જતી હોવાથી ત્યાથી પસાર થતાં અન્ય વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
Error: Server configuration issue
પ્રાદેશીક ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved