લિંક કોપી થઇ ગઈ છે..
Home / પ્રાદેશીક / કલોલના ન્યુ પંચવટી વિસ્તારમા ગટરનું પાણી ફરી વળતા રોગચાળાનો ભય જોવા મળ્યો

કલોલના પંચવટી વિસ્તારમાં આવેલ રજવાડી ઠાઠ હોટલની પાછળની ખુલ્લી જગ્યામાં ગટરના ખુલ્લા પાણી ભરાવાથી સ્થાનિક રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.જેમા ગટરના પાણીને કારણે રોગચાળો ફાટી નીકળે તેવી શક્યતા હોવાથી પાસે આવેલા સાત્વિક બંગ્લોઝના રહીશોએ ગટરનુ પાણી તાત્કાલિક રોકવા માટે નગરપાલિકામા લેખિત અરજી આપવામા આવી છે.જેમા પાલિકાના નઘરોળ વહીવટને કારણે પંચવટી વિસ્તારના રહીશોમાં આક્રોશ ફેલાઇ જવા પામ્યો છે.