લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / કાનપુરના કાપડ માર્કેટમાં આગ લાગતા દુકાનોને નુકશાન થયું

ઉત્તરપ્રદેશના કાનપુરમાં આગ લાગવાની ઘટના સામે આવી છે.જ્યાં શહેરના બાંસમંડીના કોમ્પ્લેક્સમાં મોડીરાત્રે લાગેલી આગમાં 800 જેટલી દુકાનો બળીને ખાખ થઈ ગઈ હતી.જેમાં અબજો રૂપિયાનું નુકસાન થવાની આશંકાઓ જોવા મળી રહી છે.જેમાં આ આગ શોર્ટસર્કિટના કારણે લાગી હતી.જેના પગલે આર્મી,એરફોર્સ,પોલીસ અને ફાયર બ્રિગેડના જવાનો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને ચાર્જ સંભાળ્યો હતો. જેમા આગ પર કાબૂ મેળવવા માટે લગભગ 50 ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી છે.જે કોમ્પ્લેક્સમાં મોટાભાગની કપડાની હોલસેલની દુકાનો હતી.આ અકસ્માતમાં પાંચ કોમ્પ્લેક્સ આગથી બળીને ખાખ થઈ ગયા છે.