લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / કર્ણાટક કોંગ્રેસ નેતા ડી.કે શિવકુમારનો આજે 61મો જન્મદિવસ

કર્ણાટક કોંગ્રેસના સંકટમોચક અને પ્રદેશ અધ્યક્ષ ડી.કે શિવકુમારનો આજે જન્મદિવસ છે.જેઓ 61 વર્ષના થયા.કર્ણાટકમાં કોંગ્રેસને બહુમતી મળ્યા બાદ ડી.કે સીએમ પદની રેસમાં આગળ ચાલી રહ્યા છે.ડી.કે વોક્કાલિગા સમુદાયમાંથી આવે છે અને કર્ણાટકના રાજકારણમાં વોક્કાલિગાને લિંગાયત પછી બીજો કિંગમેકર સમુદાય માનવામાં આવે છે.તેઓ કર્ણાટકની કનકપુરા સીટ પરથી સતત 8મી વાર ધારાસભ્ય બન્યા છે.જેઓએ ઓછા સમયમાં કોંગ્રેસમા ફાયરબ્રાન્ડ નેતા તરીકેની ઓળખ બનાવી છે.આમ પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ નવા સીએમ નક્કી કરવાના છે.આમ વિધાનસભા પક્ષની બેઠકમાં કોંગ્રેસ પ્રમુખને જવાબદારી સોંપવાનો ઠરાવ પસાર કરવામાં આવ્યો છે.