લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / કર્ણાટકમાં કોંગ્રેસ દ્વારા ચૂંટણી ઢંઢેરો જાહેર કરવામાં આવ્યો

કોંગ્રેસે કર્ણાટક વિધાનસભા ચૂંટણીનો મેનિફેસ્ટો જાહેર કર્યો છે.જેમાં પાર્ટીએ પોતાના મેનિફેસ્ટોમાં વચન આપ્યા છે કે તેમની સરકાર 200 યુનિટ મફત વિજળી આપશે. જ્યારે પરિવારની પ્રત્યેક મુખ્ય મહિલાને દર મહિને રૂ.2,000 આપશે.આ સિવાય કોંગ્રેસે વચન આપ્યુ છે કે બેરોજગાર સ્નાતકોને બે વર્ષ માટે રૂ.3,000 દર મહિને જ્યારે બેરોજગાર ડિપ્લોમા કરેલાને રૂ.1,500 પ્રતિ મહિને આપવામાં આવશે.આ સિવાય નિયમિત કેએસઆરટીસી અને બીએમટીસી બસોમાં તમામ મહિલાઓ માટે ફ્રી મુસાફરીનું વચન મેનિફેસ્ટોમાં આપવામાં આવ્યુ છે.કર્ણાટકમાં શાસક પક્ષ ભાજપે 10 મેએ થનારી વિધાનસભા ચૂંટણી માટે પોતાનો મેનિફેસ્ટો જાહેર કર્યો હતો.