લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / કર્ણાટક વિધાનસભાને લઈ ભાજપે સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી

ભારતીય જનતા પાર્ટીએ કર્ણાટક વિધાનસભા ચૂંટણી માટે સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે.જેમાં પીએમ મોદી,બીજેપી અધ્યક્ષ જે.પી નડ્ડા,રક્ષામંત્રી રાજનાથ સિંહ, ગ્રહમંત્રી અમિત શાહ અને યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહિત 40 નેતાઓને સ્થાન આપવામાં આવ્યું છે.જે તમામ નેતાઓ કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં પાર્ટી માટે પ્રચાર કરશે.જે સ્ટારપ્રચારક નેતાઓની યાદીમાં મોટા નેતાઓનો સમાવેશ થયો છે.બી.એસ યેદિયુરપ્પા,કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી,નલિનકુમાર કાતિલ – કર્ણાટક બીજેપી અધ્યક્ષ,બસવરાજ બોમાઈ – કર્ણાટકના મુખ્યમંત્રી,નિર્મલા સીતારમણ – કેન્દ્રીય નાણામંત્રી,પ્રહલાદ જોશી – કેન્દ્રીય મંત્રી,સ્મૃતિ ઈરાની – કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન – કેન્દ્રીય મંત્રી,મનસુખ માંડવિયા – કેન્દ્રીય મંત્રી,ડી.વી સદાનંદ ગૌડા- કર્ણાટકના ભૂતપૂર્વ મુખ્યમંત્રી,યોગી આદિત્યનાથ – યુપીના મુખ્યમંત્રી,શિવરાજ સિંહ ચૌહાણ, મધ્યપ્રદેશના મુખ્યમંત્રી,હિમંતા બિસ્વા સરમા – આસામના મુખ્યમંત્રી,દેવેન્દ્ર ફડણવીસ – મહારાષ્ટ્રના ડેપ્યુટી મુખ્યમંત્રીનો સમાવેશ કરવામાં આવ્યો છે.