લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / કર્ણાટકમાં સિદ્ધરમૈયા સામે યેદીયુરપ્પાના પુત્ર ચૂંટણી લડશે

કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણી જાહેર થતા રાજકીય દાવપેચ શરૂ થઈ ગયા છે.ત્યારે આગામી માસમાં ચૂંટણી જાહેરનામા સાથે ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થશે તે સમયે પુર્વ મુખ્યમંત્રી બી.એસ.યેદીયુરપ્પા રાજયમાં ફરી પોતાનુ વર્ચસ્વ સ્થાપવા દાવ ખેલવાની તૈયારીમાં જોવા મળી રહ્યા છે.ત્યારે યેદીયુરપ્પાને ભાજપે ચૂંટણી સમીતીના વડા બનાવ્યા છે અને તેઓએ પુર્વ મુખ્યમંત્રી તથા કોંગ્રેસ નેતા સિદ્ધરમૈયા સામે પોતાના પુત્ર વિજયેન્દ્રને ચૂંટણી લડાવવા માટે દાવ ફેકે તેવા સંકેત જોવા મળી રહ્યા છે.