લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / કર્ણાટકના મુખ્યમંત્રી અંગે આજે કોંગ્રેસ ધારાસભ્ય દળની બેઠક યોજાશે

કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને સ્પષ્ટ બહુમતી મળી છે.ત્યારે પાર્ટીએ રાજ્યમાં 224 વિધાનસભા બેઠકોમાથી 136 બેઠકો પર જીત મેળવી છે.ત્યારે કર્ણાટકના નવા મુખ્યમંત્રીને લઈ કોંગ્રેસ પાર્ટીમાં મંથન શરૂ થઈ ગયું છે.ત્યારે વર્તમાનમાં આ પદ માટે સિદ્ધારમૈયા અને ડી.કે શિવકુમાર આગળ ચાલી રહ્યા છે.ડી.કે શિવકુમાર કર્ણાટકના પ્રદેશ અધ્યક્ષ છે,જ્યારે સિદ્ધારમૈયા પૂર્વ સીએમ છે.કર્ણાટકના નવા મુખ્યમંત્રીનું નામ નક્કી કરવા માટે કોંગ્રેસે આજે સાંજે ધારાસભ્ય દળની બેઠક બોલાવી છે.ત્યારે આ બેઠકમાંથી જે પણ પરિણામ આવશે તે અંગે હાઈકમાન્ડ સાથે ચર્ચા કરવામાં આવશે.આ પ્રક્રિયા બાદ જ મુખ્યમંત્રીના નામ પર અંતિમ નિર્ણય લેવામાં આવશે.