લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / કર્ણાટકમાં 2613 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં જોવા મળ્યા

કર્ણાટકમાં આગામી 10 મેના રોજ યોજાનારી વિધાનસભા ચૂંટણી માટે નામાંકન પરત ખેંચવાની પ્રક્રિયા સમાપ્ત થઈ ગઈ છે.ત્યારે 2,613 જેટલા ઉમેદવારો મેદાનમાં જોવા મળી રહ્યા છે.જેમાં 2,427 પુરૂષો,184 મહિલાઓ અને 2 અન્ય ઉમેદવારો છે.આ સિવાય રાજકીય પક્ષો તરફથી લડનારા ઉમેદવારોમા 224 ભાજપના,223 કોંગ્રેસના,207 જેડીએસના,209 આપના,133 બસપા,4 સીપીઆઈ(એમ),8 જેડીયુ અને 2 એનપીપીના ઉમેદવારો સામેલ છે.જ્યારે 918 અપક્ષ છે.આ સિવાય 16 મતવિસ્તારોમાં 15થી વધુ ઉમેદવારો છે.આમ 224 સભ્યોની વિધાનસભા માટે આમ આગામી 10 મેના રોજ ચૂંટણી યોજાશે અને 13 મેના રોજ પરિણામ જાહેર થશે.