લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / કર્ણાટકના હુમનાબાદથી પીએમ મોદીએ પ્રચાર શરૂ કર્યો

કર્ણાટકમાં ચૂંટણીને ગણતરીના દિવસો બાકી રહ્યા છે તેવી સ્થિતિમાં રાજ્યમાં ભાજપે ચૂંટણી પ્રચાર તેજ કર્યો છે.ત્યારે પીએમ મોદી આજે કર્ણાટકમાં રોડ શો તેમજ ચૂંટણી જનસભાને સંબોધિત કરી રહ્યા છે.જેમાં તેઓએ હુમનાબાદમાં જાહેરસભામાં કહ્યુ હતું કે આ કર્ણાટકને દેશમાં નંબર 1 રાજ્ય બનાવવાની ચૂંટણી છે.આમ ફેબ્રુઆરીથી આ વર્ષે પીએમ મોદીની કર્ણાટકની આ નવમી મુલાકાત છે.આમ રાજ્યમા આગામી 10 મેના રોજ રાજયની 224 બેઠકો પર વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે ત્યારે તેના પરિણામો આગામી 13 મેના રોજ આવશે.