લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / કર્ણાટકમાં પ્રારંભથી ભારે મતદાન જોવા મળ્યુ

આગામી સમયમાં યોજાનારી લોકસભા ચૂંટણી અને ચાલુ વર્ષના અંતમાં યોજાનારી પાંચ રાજયોની ધારાસભા ચૂંટણી પૂર્વે કર્ણાટકમાં 224 વિધાનસભા બેઠકોની ધારાસભા ચૂંટણીના મતદાનમાં પ્રારંભિક કલાકોમાં ભારે મતદાન થયું છે.જેમાં રાજ્યના મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઇ,પૂર્વ મુખ્યમંત્રી બી.એસ.યેદિયુરપ્પા સહિતના લોકોએ મત આપ્યા હતા.બીજીતરફ પંજાબમાં યોજાઇ રહેલી જલંધર લોકસભા બેઠક પર પ્રારંભમાં 11 વાગ્યા સુધીમાં 17% મતદાન થઇ ગયું છે.ઉતરપ્રદેશમાં બે વિધાનસભા બેઠકનું મતદાન યોજાઇ રહ્યું છે.કર્ણાટકમાં મતદાન બાદ આગામી 13મી મેના રોજ પરિણામ જાહેર થશે.આ વર્ષના અંતે દેશના મધ્યપ્રદેશ,રાજસ્થાન, છતીસગઢ સહિતના રાજયોની વિધાનસભાની ચૂંટણીઓ યોજાઇ રહી છે.