લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / કર્ણાટક જીતની ગુજરાતમાં ઉજવણી કરવામાં આવી

કર્ણાટકમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીનાં પરિણામો આજે જાહેર થયા છે.જેમાં કોંગ્રેસનો સ્પષ્ટ બહુમતીથી વિજય થતા તેની ગુજરાતમા તેની ભવ્ય ઉજવણી કરવામા આવી રહી છે.ત્યારે અમદાવાદ ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય પર ઉજવણી કરવામાં આવી છે.જ્યાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે કહ્યું હતું કે અમે બોલ્યા તે કરી બતાવ્યું.આ ઉપરાંત તેમના સહિતના આગેવાનોએ એકબીજાને મોં મીઠું કરાવ્યુ અને ઢોલ નગારાના તાલે ઝુમ્યા હતા.જયારે રાજકોટના બાલાજી મંદિર ખાતે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ વિજયોત્સવ મનાવ્યો હતો.