લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / કેદારનાથ ધામના દ્વાર આગામી 25 એપ્રિલે ખુલશે

ઉત્તરાખંડના મુખ્ય હિન્દુ યાત્રાધામ કેદારનાથ ધામના દ્વાર આગામી 25 એપ્રિલે ખોલવામાં આવશે.જેમાં આ વખતે ઉત્તરાખંડની ચારધામ યાત્રા આગામી 22 એપ્રિલથી શરૂ થઈ રહી છે.ત્યારે યમુનોત્રી અને ગંગોત્રીના દ્વાર આગામી 22મી એપ્રિલે જ્યારે બદ્રીનાથના દરવાજા આગામી 27મી એપ્રિલે ખુલશે.જેમાં પ્રથમવાર ઉત્તરાખંડ સરકારે યાત્રા માટે બુકિંગ કરાવ્યું હતું.જેમાં અત્યારસુધીમાં 9,68,951 લોકોએ યાત્રા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે અને 16 ફેબ્રુઆરીથી જીએમવીએન ગેસ્ટ હાઉસ માટે રૂ.7 કરોડથી વધુનું એડવાન્સ બુકિંગ થયું છે.જે અંગે ઉત્તરાખંડના પર્યટન વિભાગે જણાવ્યુ હતું કે ટ્રેકિંગની સાથે તીર્થયાત્રીઓ હેલિકોપ્ટર દ્વારા પણ મંદિર સુધી પહોંચી શકશે. આ માટે ઉત્તરાખંડ સરકારે આઈ.આર.સી.ટી.સી સાથે જોડાણ કર્યું છે.ત્યારે ઉત્તરકાશીના કલેક્ટર અભિષેક રૂહેલા તેમજ એસપી અર્પણ જાદુવંશીએ ઉત્તરકાશીથી ગંગોત્રી સુધીના યાત્રાના રૂટ પર તૈયારીઓની સમીક્ષા કરી હતી.ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ કહ્યું હતું કે ચારધામ યાત્રા દરમિયાન આરોગ્યની તપાસ માટે યાત્રાના રૂટ પર આરોગ્ય એટીએમ લગાવવામાં આવશે તેનાથી ભક્તોને ઘણી મદદ મળશે.કોરોનાના વધતા જતા કેસોને લઈ સરકારે એમ પણ કહ્યું છે કે કેન્દ્રની ગાઈડલાઈનનો કડકાઈથી અમલ કરવામાં આવશે.આ સિવાય રાજ્યના આરોગ્ય પ્રધાન ડો.ધનસિંહ રાવતે સમીક્ષા બેઠક દરમિયાન જણાવ્યું હતું કે જો જરૂર પડશે તો બસ સ્ટેન્ડ,રેલવે સ્ટેશન તેમજ એરપોર્ટ સહિતના જાહેર સ્થળોએ કોવિડ રસીકરણ કેમ્પો ગોઠવવામાં આવશે.બીજીતરફ ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર ધામીએ દિલ્હીમાં પીએમ મોદી સાથે મુલાકાત કરી હતી.જ્યાં તેમણે ભૂસ્ખલન પ્રભાવિત જોશીમઠ માટે લગભગ રૂ.2943 કરોડનું આર્થિક પેકેજ માગ્યું છે.