લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / કેદારનાથ પર સુવર્ણકળશ સજાવવામાં આવશે

કેદારનાથ ધામમા ભક્તોએ ભોલે બાબાના મંદિરના શિખર પર સુવર્ણકળશ મૂકવા માટે શ્રી બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિનો સંપર્ક કર્યો છે.ત્યારે મહારાષ્ટ્ર અને ગુજરાતના શિવભક્તોએ 5 થી 7 કિલો વજનના કળશને મંદિરના શિખર પર મૂકવાની ઈચ્છા વ્યક્ત કરી છે.ત્યારે આગામી સમયમાં ઉત્તરાખંડના કેદારનાથ મંદિર પર સોનાનો કળશ સ્થાપિત કરવામાં આવશે.થોડા વર્ષો પહેલા કેદારનાથ મંદિરના શિખર પર સુવર્ણકળશ વિરાજમાન હતો પરંતુ આ કળશ ખૂબ જૂનો અને ક્ષતિગ્રસ્ત હતો.ત્યારબાદ કેટલાક દાતાઓએ બદરી-કેદાર મંદિર સમિતિને કેદારનાથ મંદિરના શિખર પર સુવર્ણકળશ સ્થાપિત કરવા વિનંતી કરી હતી.ત્યારબાદ મંદિર સમિતિએ તેના અધિકારીઓ સાથે આ દિશામાં વાતચીત કરી છે.જે અંગેની વાતચીત કર્યા બાદ બદરી-કેદાર મંદિર સમિતિ દ્વારા દાતાઓનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે.