લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / કેદારનાથ યાત્રામાં આગામી 3 મે સુધી રજીસ્ટ્રેશન નહી થાય

ઉત્તરાખંડના પહાડી વિસ્તારોમાં ભારે વરસાદ અને હિમવર્ષાના કારણે કેદારનાથ ધામ યાત્રા નવા આદેશ સુધી તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવી છે.ત્યારે ખરાબ હવામાન તેમજ ભૂસ્ખલનના કારણે કેદારનાથ અને બદ્રીનાથને જોડતો માર્ગ બંધ કરવામાં આવ્યો છે.ત્યારે પોલીસે તીર્થ યાત્રાળુઓને બ્રહ્મપુરી ચેકપોસ્ટ પર સતર્ક રહેવા સુચના આપી છે અને ત્યાથી આગળ જવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.આ સાથે ચમોલી બજારની પાસે બજપુલ,ચાડા,પિનૌલા અને તયાપુલ પાસે ભારે કાટમાળ આવવાથી બદ્રીનાથ હાઈવે બંધ કરી દેવામાં આવ્યો છે.ભૂસ્ખલનના કારણે જે જગ્યા પર રસ્તાઓ બંધ થઈ ગયા હતા ત્યાં ઝડપથી કાટમાળ હટાવવાની કામગીરી ચાલી રહી છે અને આ સાથે ખૂબ ઝડપી ફરી યાત્રા શરૂ કરી શકાય તેવા પ્રયાસ કરી રહ્યા છે.જેમાં ખરાબ હવામાનના કારણે સરકારના આદેશથી 25 થી 30 એપ્રિલ સુધી કેદારનાથ યાત્રાનું રજીસ્ટ્રેશન બંધ કરી દેવામાં આવ્યું છે.