લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / હૈદરાબાદમા કેજરીવાલ મુખ્યમંત્રી કે.ચંદ્રશેખર રાવને મળ્યા

આમ આદમી પાર્ટીના કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ વર્તમાનમા તેલંગાણાના મુખ્યમંત્રી કે.ચંદ્રશેખર રાવને મળ્યા હતા.જેમા કેજરીવાલે આ બેઠક દિલ્હી પર લાવવામા આવેલા કેન્દ્ર સરકારના વટહુકમ સામે સમર્થન મેળવવા માટે કરી છે.આ બેઠકમાં તેમની સાથે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન અને આમ આદમી પાર્ટીના સાંસદ રાઘવ ચઢ્ઢા પણ હાજર રહ્યા હતા.આ અગાઉ અરવિંદ કેજરીવાલે બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી,મહારાષ્ટ્રમાં શિવસેના-યુબીટી નેતા ઉદ્ધવ ઠાકરે અને એનસીપી નેતા શરદ પવારને મળ્યા હતા.ત્યારે કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સમા કહ્યું હતું કે તેઓ આ મુદ્દે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધીને મળવા માટે સમય માંગશે.