લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / કેરળના પૂર્વ મુખ્યમંત્રી ઓમન ચાંડીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા

કેરળના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા ઓમન ચાંડીને ફરી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.જેમાં ઓમન ચાંડીના પુત્ર ચાંડી ઓમાને આ અંગેની જાણકારી આપી છે.જે અંગે તેમણે કહ્યુ હતુ કે પિતાજીને ન્યુમોનિયા થતાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.ઓમન ચાંડીનો જન્મ 31 ઓક્ટોબર 1943માં ત્રાવણકોરના પુતુપ્પલ્લિમાં થયો હતો.તેઓ ભારતીય રાજકારણી અને કેરળના પૂર્વ મુખ્યમંત્રી હતા.તેઓ 2004 થી 2006 સુધી કેરળના મુખ્યમંત્રી અને 2006 થી 2011 સુધી કેરળ વિધાનસભામાં વિપક્ષના નેતા હતા.ઓમન ચાંડીએ 1970થી સતત ધારાસભ્ય રહીને એક રેકોર્ડ બનાવ્યો છે.1970થી અત્યારસુધીમાં સૌથી વધુ સમય સુધી ધારાસભ્ય રહેવાનો રેકોર્ડ ઓમન ચાંડીના નામે છે.