ખંભાત-આણંદ મેમુ ટ્રેન વર્ષોની રજૂઆત બાદ ઇલેક્ટ્રીક થવા જઈ રહી છે.ત્યારે ખંભાતના ધારાસભ્ય ચિરાગ પટેલ દ્વારા રેલવેના ભાડામાં ઘટાડો કરવા રેલવે વિભાગને રજૂઆત કરવામાં આવી.જેમાં કોરોના પહેલા ખંભાતથી આણંદનું ભાડું રૂ.10 ચાલતું હતું,પરંતુ કોરોનાને લઇ સરકાર દ્વારા વિશિષ્ટ ટ્રેનો ચલાવી ભાડામાં ધરખમ વધારો કર્યો હતો.જે બાદ કોરોના સમય પૂર્ણ થયો હોવાછતાં રેલવે દ્વારા મુસાફરોને કોઈ રાહત આપવામાં આવી નથી.જેને લઇ ખંભાતથી આણંદ જવા માટે રૂ.35 તેમજ આવવા માટે રૂ.35 એમ ટોટલ રૂ.70 મુસાફરોને ચૂકવવા પડી રહ્યા છે.આમ ખંભાત શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાંથી મોટી સંખ્યામાં લોકો રોજગારીઅર્થે આણંદ,વિદ્યાનગર, પેટલાદ સહિતના શહેરોમાં રેલવે માર્ગ દ્વારા મુસાફરી કરતા હોય છેત્યારે ટૂંકા પગારમાં રેલવેના ધરખમ ભાડાથી મુસાફરોના ખિસ્સા ખાલી થતા હોય છે.જેને લઇ ખંભાતના ધારાસભ્ય ચિરાગ પટેલ દ્વારા ડિવિઝનલ રેલવે મેનેજરની ઓફિસ ખાતે લેખિત રજૂઆત કરી ભાડુ ઘટાડવા માંગ કરી છે.
ગુજરાત ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved